બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીને શોધીને પકડી પાડવા સુચના  આપેલ હોય. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ. વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઈન્સ્પેકટરશ્રી કે.પી. સાગઠિયા સાહેબના માર્ગદર્શન હેઠળ  પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11993007201268/ 2020 ઇ.પી.કો કલમ 379,285,114 તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ 3 તથા પેટ્રોલિયમ અધિનિયમ એન્ડ મિનરલ એક્ટ કલમ 15(2) (4) મુજબના ગુના કામે પકડવાનો બાકી આરોપી કૌશર બાઉ પરાર રહે. ખારી રોહર તા. ગાંધીધામ વાળો હાલે ખારી રોહર ચાર રસ્તા પાસે હાજર છે. જે હકીકત આધારે તપાસ કરતાં મજકુર આરોપી હાજર મળી આવતા તેને પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડઅપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.  કામગીરી શ્રી કેસાગઠીયા સાહેબ પી.ના માર્ગદર્શન હેઠળ એ કિર્તીકુમાર ગેડીયા તથા આઈ.એસ. પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી, સામતભાઈ પટેલ તથા વિરેન્દ્રભાઈ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાર્થસિંહ ઝાલા, ગૌતમભાઈ સોલંકી, ધર્મેશભાઇ પટેલ તથા અજયભાઈ સવસેટા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.