કેરામાં ચોરો બન્યા બેફામ : કુંદનપુરની વાડીઓમાં કેબલ ચોરીના બનાવો સામે આવ્યા

કેરા કુંનદપુરમાં ચોરો બન્યા બેફામ દિવસે ને દિવસે બનતા ચોરીના બનાવો આગાઉ પણ કેરા કુંદનપુરની વાડીઓમાં કેબલ ચોરીના બનાવો સામે આવ્યા હતા. તો ગઈ રાત્રે ઉગમણી સીમમાં આવેલ મનસુખ ધનજી વેકરીયાની વાડીમાં કેબલ ચોરીની ધટના સામે આવી છે. જેમાં તસ્કરી કરવા આવેલા ચોરોએ કેબલ કાપતા વાડી પર રહેતો માણસ જાગી જતા ચોરો નાશી છુટ્યા હતા. અગાઉ દુકાનોમાં પણ ચોરીઓ થઈ હતી. જેમાં પણ હજી સુધી ચોરો પોલીસ પકડથી દુર છે. જેથી ચોરીના બનાવો વધતા જાય છે તો પોલીસ દ્વારા કડક પગલાં ભરાય તેવી લોક માંગ ઉઠી હતી.