ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્રારા મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધવા તથા ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવા માટે સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ. વાઘેલા સાહેબ અંજાર વિભાગ, અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ એ ગુ.ર.નં 11993007220029/2022 ઇ.પી.કો. કલમ 454,457,380 મુજબો ગુનો તા. 17/1/2022 ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામેના આરોપીઓને પકડી પાડવા તથા ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવા માટે પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમની રચના કરી આરોપી તથા મુદામાલ શોધવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે નીચે મુજબના આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી પોલીસ સ્ટેશન રાઉન્ડઅપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ખજુર બોક્ષ નંગ 2 જેમાં 42 કિ.ગ્રા જેની કુલ કિંમત રૂ.10,500 માં મુદામાલ સાથે ઇમરાન ઇબ્રાહિમ કટિયા ઉ.વ. 20 રહે. સો ચોરસ વાર કિડાણાતા. ગાંધીધામ વાળો કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરને પકડી પાડ્યો હતો. ફરાર થયેલ આરોપીઓ ઇરફાન મામદ ચાવડા રહે. કિડાણા તા.ગાંધીધામ, અકબર હાસમ ખલીફા રહે. કિડાણા તા.ગાંધીધામ, અમજદ ગુલાબખાન પઠાણ રહે. કિડાણા તા.ગાંધીધામ. ઉપરોક્ત કામગીરી શ્રી કે.પી સાગઠિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.ડી.બારીયા સાહેબ સાથે એ.એસ.આઈ. કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી, સામતભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પુરોહિત તથા જગુભાઈ મચ્છાર તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાર્થસિંહ ઝાલા, ગૌતમભાઈ સોલંકી, ધર્મેશભાઇ પટેલ તથા અજયભાઈ સવસેટા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.