જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારએનઆઇ પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઈ.શ્રી એસ.એન.કરંગીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્સ. શ્રી એચ.એસ. તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે પો.સબ.ઇન્સ શ્રી એચ.એસ.તિવારી સાહેબનાઓને મળેલ બાતમી હકીકત આધારે નવવાડીમાં અંબે માતાજીના મંદિર પાસે ખુલ્લા ચોકમાં ધાણીપાસા વડે જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જિતેન્દ્ર હરેશભાઈ ભંભાણી ઉ.વ. 37 રહે મુન્દ્રા સર્કલની બાજુમાં, ચંદનભાઈ જીવતરામ મીરપુરી ઉ.વ. 52 રહે વોર્ડ 6/બી આદિપુર, સુરેશભાઈ વીજુમલ છતવાણી ઉ.વ. 56 રહે. નવી પંદરવાડી આદિપુર, ઈશ્વરભાઈ મુરલીધર તેજવાણી ઉ.વ. 60 વોર્ડ 4/ બી આદિપુર, મહેન્દ્ર ચંદરલાલ ધવલાણી ઉ.વ. 4 રહે. સાતવાડી આદિપુરને રોકડ રૂ.10,300 તથા ધાણીપાસ નંગ 2 એમ કુલ કિંમત રૂ. 10,300 નો મુદામાલ આવેલ. આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી એચ. એસ. તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્રારા એએ સફળ કામગીરી કરવામાં આવેલ છે.