શિવગઢ ગામ નજીક સ્વિફ્ટ ડિજાયર કારમાંથી બાલસર પોલીસે વિદેશી દારૂ પકડી પાડ્યો

શિવગઢ ગામ નજીક ડિજાયર કારમાંથી બાલાસર પોલીસે વિદેશી દારૂ પકડી પાડ્યો. બાલાસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે શિવગઢ ગામ નજીક સ્વીફ્ટ ડિજાયર કારમાંથી વિદેશી દારૂની 24 બોટલ અને બિયર ટીન 48 સાથે આરોપી રાજદીપસિંહ મહિપતસિંહ વાઘેલા, હરકિશનસિંહ જુવાનસિંહ વાઘેલા વગેરેને પકડીને કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી હતી.