મોરબીના કંડલા બાયપાસ નજીકથી કારમાં અંગ્રેજી દારૂ લઇ જતો સાગરીત પકડાયો

મોરબી શહેરના કંડલા બાયપાસ નજીકથી પસાર થતી કારમાંથી અંગ્રેજી દારૂની ૧૮ બોટલ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત ૩ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કારમાં સવાર આરોપીની અટક કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન કંડલા બાયપાસ નજીક કામધેનું પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતી કાર જીજે ૩૬ એલ ૩૨૧૯ ને રોકી તલાશી લેતા કારમાંથી અંગ્રેજી દારૂની ૧૮ બોટલ કિંમત રૂ.૬,૭૫૦ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત રૂ.૩,૦૬,૭૫૦ નો મુદામાલ કબ્જે કરી કારમાં સવાર આરોપી નુરૂદિન ઈજારઅલી કંસરાણી રહે ફિદાઈ પાર્ક ખોજા સોસાયટી મોરબી વાળાને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.