અંજારમાં સાઉન્ડ સિસ્ટમ ભાડે આપતા આધેડ પર ધોકા વડે હુમલો

અંજારમાં સાઉન્ડ સિસ્ટમ ભાડે આપતા આધેડને ધોકાથી માર મરાયો હતો. તેમજ રતનાલ ચોકડી પર ટ્રક ચાલકને ધકબુસટનો માર મારવામાં આવતા ફરિયાદ લખાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનેથી સોરઠીયા નાકે રહેતા અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપતા 54 વર્ષીય મહેશભાઇ વિશ્રામભાઈ બાંભણીયાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો અનુસાર ફરિયાદી અને ગૌતમ શાકમાર્કેટ સામે આવેલ સ્ટીરીયો સાઉન્ડ પ્લોટમાં હતા. ત્યારે આરોપી સદમ અને તેની સાથે અજાણ્યા 2 શખ્સો આવ્યા હતા અને ફરિયાદીને માથાના ભાગે ધોકાથી માર માર્યો હતો. તો બીજો બનાવ રતનાલ ચોકડી પર બન્યો હતો. જ્યાં ડાડોર, નખત્રાણા ખાતે રહેતો 28 વર્ષીય ઇબ્રાહીમ જુમાભાઈ થેબા હોટલ પરથી પોતાની ટ્રકમાં જતો હતો. ત્યારે ભુજની સંજોગ નગર ચોકડી પાસે રહેતા જુમા અયુબ સમેજા અને દાદા આચર સમેજાએ ટ્રક ચલાવવા બાબતે ફરિયાદ યુવાનને ધકબુસટનો માર માર્યો હતો. આ બંને બનાવો અંગે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવામાં આવી હતી.