વાંકાનેરના રેલ્વે નાળા નજીક વરલી ફીચર જુગાર રમતો શખ્સ પકડાયો

વાંકાનેર શહેરના હાઈવે રોડ પર રેલ્વે નાળા નજીક જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રેલ્વે નાળા પાસે હાઈવે રોડ પર આરોપી કાસમ સલીમ બસેર રહે સીટી સ્ટેશન રોડ વાળો જાહેરમાં વરલી ફીચર જુગાર રમતો હોય જે આરોપીને પોલીસે પકડી પાડીને જુગાર સાહિત્ય, રોકડ રકમ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.