જામનગરમાં હાપા ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 5 ઈસમ ઝડપાયા

જામનગરમાં હાપા ખારી વિસ્તારમાં કાર્તિક સ્વામીના મંદિર નજીક બાવળની ઝાળીઓમાં જુગાર રમતા 5 ઇસમોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તમામ ઈસમના કબજામાંથી રૂ.11 હજાર ઉપરાંતની રોકડ જપ્ત કરી જુગારધારાઓ હેઠળ કાર્યવાહી કરી હતી. જયારે દરોડા દરમિયાન બે ઇસમો નાસી જતા ફરાર દર્શાવાયા છે. જામનગરમાં હાપા ખારી વિસ્તાર કાર્તિકે સ્વામીના મંદિર પાસે બાવળની કાંટમા જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા હોવાની પંચકોશી એ ડિવિઝન પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન બાવળની જાળીઓમાં જુગાર રમતા ઘનશ્યામસિંહ ભીખુભા જાડેજા, મહેશભાઇ ઉર્ફે મુન્નો બાબુભાઇ ચાવડા, મનસુખભાઇ હકાભાઇ મોરવાડીયા, અનીલભાઇ ધીરૂભાઇ પરમાર અને લાલજીભાઇ નરશીભાઇ ઢાપા ઇસમો આબાદ ઝડપાઇ ગયા હતા. પોલીસે ઇસમોના કબજામાંથી 11,140 ની રોકડ જપ્ત કરી હતી. જયારે પોલીસને જોઈને વિશાલ રાજુભાઇ કોળી અને દેવરાજભાઇ ઉર્ફે દેવલો બાવાજી જામનગર વાળા ઇસમો નાસી છૂટ્યા હતા. ઝડપાયેલ તમામ ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો રોનપોલીસનો જુગાર રમી પૈસાની હારજીત કરતા મળી આવ્યા હતા. પોલીસે તમામના કબજામાંથી રોકડ જપ્ત કરી જુગારધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરી હતી.