ભુજમાં વોટ્સએપ ઉપર ટિપ્પણી બાબતે મારામારીમાં ચાર જણ ઘવાયા.
ભુજ, તા. ૧ : શહેરમાં મોબાઈલ ફોન ઉપર વોટસએપ ગ્રૂપમાં ટિપ્પણી કરવાના અને આ બાબતે સમજાવટ દરમ્યાન ગાળાગાળી કરવા જેવા મામલે બે જુથ્થ વચ્ચે છરી અને ધોકા જેવા હથિયારો વડે થયેલી મારામારીમાં ચાર જણ જખ્મી થયા હતા. પોલીસે આ પ્રકરણમાં સામસામી ફરિયાદ નોધવાની તપાસ હાથ ધરી છે. શહેરના મુસ્લિમ એજયુકેશન હાઈસ્કૂલની ચોકડી ખાતે આજે સાંજે બનેલા આ બનાવમાં એક પક્ષના રઝાક આમદ લુહાર (ઉ.વ. ૪૦ ),અશરફ આમદ લુહાર (ઉ.વ.૩૭ )અને મુસ્તાક આમદ લુહાર (ઉ.વ. ૩૫ )ઘવાયા હતા. જ્યારે સામા જૂથના શબ્બીર કાસમ લુહાર (ઉ.વ. ૨૪ )ને ઇજા થઈ હતી. આ ચારેયને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સાધનોએ બનાવ વિશે પ્રાથમિક વિગતો આપતા જણાવ્યુ હતું કે ભુજમાં આત્મારામ ચકરાવા નજીક રહેતા ઇજા પામનાર ત્રણ ભાઈઓ દ્વારા છરી અને ધોકા વડે શબ્બીર કાસમ તથા તેની સાથેના ચાર જણાએ હુમલો કર્યાનું લખાવ્યું હતું. જ્યારે શબ્બીર દ્વારા રઝાક,મુસ્તાક અને અશરફે ધોકાથી માર માર્યોનું લખાવ્યું હતું. બંને પક્ષ દ્વારા વોટસએપ ઉપર ટિપ્પણી અને તે બાબતે સમજાવટ દરમ્યાન ગાળાગાળી જેવા મુદ્દા બનાવ માટે નિમિતે બતાવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.