ગાંધીધામમાં ગૌવંશનું હોવાના મનાતા પાંચ કિલો માંસ સાથે મહિલાની અટક.
ગાંધીધામ,તા. ૧ : શહેરના સુંદરપૂરી વિસ્તારમાં સ્થાનિક પોલીસે છાપો મારી પાંચ કિલો ગૌમાસ મનાતું શંકાસ્પદ પશુ માંસ જપ્ત કર્યો હતો આ માંસ ગૌ માંસ છે કે અન્ય કાંઇ તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ માટે લેબોરેટરીનો અભિપ્રાય મંગાયો છે . શહેરના સુંદરપૂરી વિસ્તારમાં આજે સવારે પોલીસને મળેલી પૂર્વ જાણકારીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતા હુરબાઈ હાજી ગગા નામના ઘરે ત્રાટકી પોલીસે પાચ થેલીઓમાંથી પાચ કિલો શંકાસ્પદ પશુમાસ કબ્જે કરી લીધું હતું. આ શંકાસ્પદ પશુમાસ ગૌમાસ છે કે નહીં તે સહિતની વિગતો માટે પોલીસે એફએસએલની મદદ લીધી હતી. ત્યાથી અભિપ્રાય આવ્યા પછી જ હકીકત સામે આવે તેમ છે. હાલમાં પોલીસ સ્ટેશન ડાયરીમાં નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લામાં અગાઉ પણ ગણી વખત ગૌમાસ ઝડપાયું હતું. તેવામાં આજે શંકાસ્પદ પશુમાંસ ઝડપાતા ભારે દોડદામ મચી ગઈ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.