સામખિયાળીમાં બંધ કેબિનમાંથી 37 હજારના માલમતાની ચોરી

ગાંધીધામ, પૂર્વ કચ્છમાં વધતા જતા તસ્કરીના બનાવો વચ્ચે સામખિયાળીમાં બંધ કેબિનને નિશાન બનાવી નિશાચરો રૂ.37,300 ની માલમતાની ચોરી કરી ગયા હતા. સામખિયાળીના જુના બસ સ્ટેશન નજીક ન્યુ એકલશકિત નામની મોબાઈલ દુકાન (કેબીન)માં તા.28/1ના રાત્રિના અરસા થી તા. 29/1ના સવારના અરસામાં તસ્કરોએ ખાતર પાડયુ હતું. નિશાચરો કેબીનનુ પતરૂ તોડીને અંદર પ્રવેશની વીવો કંપનીનો વી-23 મોબાઈલ ફોન કિંમત રૂ.25 હજાર, વીવો કંપનીનુ બ્લુટુથ કિંમત રૂ.1800, સિસકા કંપનીની 20 હજાર એમ.એચ.ની પાવર બેંક કિંમત રૂ.1 હજાર, વીવો કંપનીનો વાય-20નો’ ગ્રાહકનો જુનો મોબાઈલ ફોન કિંમત રૂ.5 હજાર, સોનીનુ વુફર કિંમત રૂ.2 હજાર તથા સામખિયાળી ધર્મશાળામાંથી 2,500ની કિંમતના બે’ કેમેરા સાથે કુલ રૂ.37,300ની માલમતની ચોરી કરી ગયા હતા. આ અંગે દુકાન માલિક કાસીરામ પ્રભુલાલ ગામોટ(મારાજ)એ અજાણ્યા આરોપી સામે ગુન્હો દાખલ કરાવ્યો હતો. ચોરીના બનાવમાં સામેલ આરોપીને ઝડપી પાડવાની દિશામાં પોલીસે તપાસ આરંભી છે.