મોરબીના વાવડી રોડ પરની સોસયટીમાં ઘરમાંથી દાગીના અને રોકડની તસ્કરી

મોરબીના વાવડી રોડ પરની સોસયટીમાં રહેતો યુવક તેની પત્ની પિયર ગઇ હતી, તેણીને તેડવા ગયો હતો. ત્યારે પાછળથી બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સોના ચાંદીના દાગીના સહિત 43,400 નો મુદામાલ તસ્કરી થયો હતો. મોરબીના વાવડી રોડ પર આવેલા ભગવતી પાર્કમાં રહેતા કૃણાલભાઇ કિશોરભાઇ રાવલ નામના યુવકના પત્ની તેના પિયર ગઇ હતી. તે દરમિયાન કૃણાલભાઈ નામના યુવાનના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના મેઇન દરવાજાનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમની અંદર રહેલી લોખંડની તીજોરીનો લોક તોડી તીજોરીના અંદરના નાના ખાનાના લોક તોડી ખાનામાં રાખેલી રોકડ રૂ.20,000 તથા કાનની બુટી સોનાની જોડી એક આશરે આઠેક ગ્રામ કિંમત રૂ.10,000 તથા કાનની શેર જોડી એક આશરે આઠેક ગ્રામ કિંમત રૂ.8,000 તથા નાકના દાણા સોના ચાર નંગ કિંમત રૂ.1,000 ના તથા એક નાના છોકરાનો સોનાનું ઓમ કિંમત રૂ.આશરે 400 તથા ચાંદીની કડલી જોડી કિંમત રૂ.500 તથા ચાંદીના સાંકળા જોડી બે કિંમત રૂ.1,000 તથા ફોન સીમ કાર્ડ વગરનો કિમત રૂ.2,000 તથા એક સાદો સેમંસગ કંપનીનો મોબાઇલ કિંમત રૂ.500 નો જોવામા આવેલ નહી. જે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ નંગ બે મળી કુલ કિંમત રૂ.43,400 નો ચીજ વસ્તુ તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે તસ્કરી અંગે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.