વરસામેડીથી ભીમાસર જતાં માર્ગે ટ્રકની હડફેટે યુવાનનું મૃત્યુ

વરસામેડી ભીમાસર માર્ગે ટ્રકની હડફેટે યુવાનનું મૃત્યુ અંજાર વરસામેડીથી ભીમાસર જતાં માર્ગ પર અડફેટે આવી જવાથી યુવાનનું મૃત્યુ થતાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. વરસામેડીમાં રહેતા લતીફભાઈ ઓસમાણભાઈ સબદિયાએ જણાવ્યું હતું કે તેમનો 19 વર્ષીય પુત્ર સાહીલ વરસામેડીથી બાઇક મારફતે ભીમાસર જતો હતો. ત્યારે ગણેશ મંદિરથી શ્રીરામ હોટલ વચ્ચે ટ્રકના ચાલકે ટક્કર મારતા હતભાગી યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.