ભુજમાં દેશી બંદુક સાથે ઈસમની અટક

ભુજ શહેરમાં આત્મારામ ચકરાવાથી માધાપર તરફ જતા માર્ગેથી બાતમીના આધારે પોલીસે મુળ ભાવનગર જિલ્લાના વતની વિઠ્ઠલભાઇ ઉર્ફે હોલાભાઇ છગનભાઇ વાઘેલા નામના આધેડ વયના ઈસમની અટક કરી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસદળના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે આ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં માધાપર હાઇવે ઉપર પઠાણ ગેરેજ પાસે રહેતા આરોપીના કબ્જામાંથી તમંચા પ્રકારની દેશી બંદુક જપ્ત કરાઇ હતી. તો તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ જપ્ત કરાયો હતો. હથિયાર કયાંથી અને કયા ઇરાદે આવ્યું તેના સહિતની કડીઓ મેળવવા માટેનો વ્યાયામ પોલીસે અવિરત રાખ્યો છે. કાર્યકારી ઇન્સ્પેકટર એ.આર.ઝાલા સાથે સ્ટાફના સભ્યો કામગીરીમાં જોડાયા હતા.