હાપા યાર્ડ-પ્રદર્શન મેદાનમાં જુગાર રમતા 7 સાગરીતો ઝડપાયા

જામનગર શહેરના જુગારના બે દરોડામાં પોલીસે સાત સાગરીતોને 25 હજાર ઉપરાંતના રોકડ સાથે ઝડપી પાડી ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરના હાપા માર્કેટીગ યાર્ડના પાછળના ભાગે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા મહાવીરસિંહ બટુકસિંહ ઝાલા, રાજુ જગદીશ રંગપરા, અશોક ઝીણાભાઇ રંગપરા, આશિષ પ્રવિણભાઇ રણોલીયા અને નારણ ખોળાભાઇ સીતાપરાને પોલીસે રોકડ રૂ.14,620 સાથે ઝડપી પાડી ગુનેા નોંધાવ્યો છે. જયારે બીજા બનાવમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડની બાજુમાં સેફાકાબા પરમારની ઝૂપડીની બાજુમાં ભારતીય નોટો પર એકીબેકીનો જુગાર રમી રહેલા કિશોર લક્ષ્મણભાઇ ચૌહાણ અને રમેશ સેફાભાઇ પરમારને પોલીસે ઝડપી પાડી રૂ.11,850 જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે. પોલીસે બન્ને દરોડામાં સાગરીતોને ઝડપી પાડી ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.