નખત્રાણાના આમારાની સમાજવાડીમાંથી 20 હજારના વાસણોની તસ્કરી

નખત્રાણા તાલુકાના આમારા ગામે સમાજવાડીના તાળા તોડી અંદર રાખેલા વાસણોની કોઇ અજાણ્યા શખ્સો તસ્કરી કરી ગયા હતા. નખત્રાણા પોલીસે 20 હજાર રૂપિયાના વાસણ ચોરાયા હોવાની ફરિયાદ દાખલ કરી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આમારા ગામ મધ્યે નવાવાસમાં મેઘવંશી મારૂ સમાજવાડીનું તાળુ તોડી સમાજના વર્ષો જૂના રાખેલા વાસણો કોઇ અજાણ્યા શખ્સો તસ્કરી કરી ગયા હતા. ગોવિંદ લખમશીભાઇ સીજુ (રહે. આમારા)વાળાએ નખત્રાણા પોલીસ સ્ટેશને 20 હજાર રૂપિયાના ત્રાંબા-પિત્તળના વાસણો તસ્કરી કરી ગયા હોવાની અજાણ્યા શખ્સો સામે ફોજદારી લખાવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.