હળવદના સરા રોડ પરથી ઈંગ્લીશ દારૂ-બીયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

હળવદ તાલુકાના સરા રોડ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડ્યો છે તો અન્ય એક ઈસમનું નામ ખુલતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વૈજનાથ મંદિર નજીક આવેલ તળાવ પાસેથી પોલીસે આરોપી નીતેશ લાલજીભાઈ મકવાણા રહે. હળવદ બસ સ્ટેન્ડ પાસે વાળાને પકડી પાડીને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯ કિંમત રૂ.૭,૧૨૫ અને બીયર નંગ ૧૪૩ કિંમત રૂ.૧૪,૩૦૦ તેમજ મોબાઈલ કિંમત રૂ.૫,૦૦૦ મળીને કુલ રૂ.૨૬,૪૨૫ નો મુદામાલ કબ્જે કર્યો છે તો અન્ય આરોપી મહેશ બચુભાઈ કોળી રહે.રાણેકપર તા હળવદ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.