માળિયા તાલુકાના માણાબા ગામે મકાનના ફળિયામાંથી દેશી દારૂ પકડાયો

માળિયા તાલુકાના માણાબા ગામના રહેણાંક મકાનના ફળીયામાંથી પોલીસે દેશી દારૂ પકડી પાડ્યો  હતો તો આરોપી હાજર મળ્યો ન હતો. માળિયા પોલીસ ટીમે બાતમીને આધારે માણાબા ગામે રહેતા રણછોડભાઈ રઘુભાઈ કોળીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનના ખુલ્લા ફળિયામાંથી દેશી દારૂ મળી આવતા દેશી દારૂ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન આરોપી રણછોડભાઈ કોળી હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ ચલાવી છે.