વાંકાનેરના રાતાવીરડા રોડ પર નોટ નંબરી જુગાર રમતા બે શખ્સો પકડાયા

વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર જાહેરમાં બે શખ્સો નોટ નંબરી જુગાર રમતા હોય જે બંને આરોપીને પોલીસે પકડી પાડીને રોકડ રકમ કબ્જે કરી છે. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાતાવીરડા રોડ પર પેડ્રાઈ સિરામિક પાસે જાહેરમાં નોટ નંબરી પર એકી બેકી જુગાર રમતા બળદેવ ચોથાભાઇ ભવાણીયા રહે. રાતાવીરડા અને નવઘણ ભગાભાઈ ડાંગરોચા રહે. વીરપર એમ બે શખ્સોને પકડી પાડીને રોકડ રકમ રૂ. ૩૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ તજવીજ કરવામાં આવી છે.