મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાંથી ૨૪ બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો

મોરબી શહેરના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલ સાથે એક શખ્સને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં આરોપી વિવેક કિશોર ધોળકીયા રહે સો ઓરડી વરીયાનગર વાળાને પકડી પાડીને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૪ કિંમત રૂ.૭,૨૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.