કંડલામાં કારમાં લઇ જવાતા 10 હજારના શંકાસ્પદ સીપીયુ તેલ સાથે બે ઇસમો પકડાયા
કંડલા સિરોક ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે વોચમાં ઉભેલી સ્થાનિક પોલીસે કારમાં લઇ જવાતા આધાર પુરાવા વગરના રૂ.10 હજારના સીપીયુ તેલ સાથે બે ઈસમની ધરપકડ કરી હતી. આ બાબતે કંડલા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગેરકાયદેસર રીતે મેળવેલા ઓઇલ લઇને બે શખ્સો કારમા઼ નિકળવાના છે. આ બાતમીના આધારે સીરોક ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બાતમી મુજબની વેગનઆર કાર આવતાં તેને રોકી અંદરતપાસ કરતાં મળી આવેલા રૂ.10,500 ની કિંમતના સીપીયુ ઓઇલના 5 કેરબા બાબતે પુછપરછ કરતાં આધાર પુરાવા વગરના હોઇ બીટા વલાડીયાના રમેશભાઇ અરજણભાઇ વીરડા અને અંજારના માથક રહેતા મયુર મેમાભાઇ ડાંગરની ધરપકડ કરી કાર સહીત કુલ રૂ.1,10,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરાઇ છે. આ કામગીરીમાં પીઆઇ સી.ટી.દેસાઇ, હેડકોન્સ્ટેબલ સુરેશ તરાલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસીંહ ઝાલા, કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, જયપાલસિંહ પરમાર, ઉદયસિંહ સોલંકી સહિતની ટીમ જોડાઇ હતી.