કચ્છમાં પોલીસે ચાર સ્થળે દરોડા પાડી મહિલા સહિત ૧૭ જુગારીઓની અટક કરી.
ગાંધીધામ,તા.૨ : અંજાર તાલુકાનાં મેઘપર બોરીચી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની પોલીસે અટક કરી રોકડા રૂ. ૪૭ ,૧૨૦ /-કબ્જે કરી લીધા હતા. ગળપાદર અંજાર ધોરીમાર્ગ પર આવેલા મેઘપર બોરીચીની સીમમાં રાસ મંદિરના ઓટલા પાસે મોડી રાત્રે પોલીસ ત્રાટકી હતી. આ મંદિરના ઓટલા ઉપર પત્તા ટિંચતા હિતેશગર નટવરગર ગોસ્વામી ,અમિત વિનોદગર ગોસ્વામી ,રહિમ હુસેનઅલી ખોજા,રસિકગર ગોવિંદગર ગોસ્વામી, બેચરલાલ કેશવજી જોશી નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. ૪૭,૧૨૦ /-હસ્તગત કરાયા હતા.
ભુજ તાલુકાનાં સુમરાસર -શેખમાથી ચાર શખ્સોની અટક કરી રોકડા રૂ. ૧૧,૨૪૦ કબ્જે કરાયા હતા. સુમરાસર શેખના વાડી વિસ્તારમાં જુમટું ખેલતા અકબર દાઉદ લોઢીયા ,સુમાર અલીમામદ નોતિયાર, જૂસબ ઇબ્રાહિમ સમેજા અને રફીક અબ્દુલ શેખ નામના શખ્સોની પોલીસે અટક કરી હતી. આ શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂ. ૧૧,૨૪૦ જપ્ત કર્યા હતા.
ગાંધીધામના અંતરજાળમાથી એક મહિલા સહિત ચાર જણાની ધરપકડ કરવામાં આવી હતી રૂ. ૧૦,૦૯૦/- હસ્તગત કરાયા હતા. અંતરજાળના ગોપાલનગરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી પોતાનો શોખ પૂરો પાડતા તૃણાના જસ્સીબેન માના પરમાર તથા અંતરજાળના રવા ખોડા આહીર, આણદા ખેંગાર આહીર અને ઘનશ્યામ મનજી રાજગોર નામના ખેલીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે બપોરે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા આ ખેલીઓ પાસેથી રોકડા રૂ. ૧૦,૧૯૦ /-કબ્જે કરવામાં આવ્યા હતા.
લખપતના વર્માનગર કોલોની પાસે ચાર શખ્સોને દબોચી પોલીસે રોકડા રૂ. ૪૦૦૦ /-કબ્જે લીધા હતા. જુગારનો વધુ એક દરોડો વર્માનગર કોલોનીની બાઉન્ડ્રીની બાજુમાં બાવળની ઝાડીમાં પોલીસે પાડ્યો હતો. અહી પત્તા ટિંચતા ભરતસિંહ રાજુભા ડાભી, અબ્દ્રેમાન પીનું ખલીફા, મહેશદાન ખમુદાન ગઢવી અને એચ. એન. પરમાર નામના ઈસમોની અટક કરવામાં આવી હતી. આ ઇસમો પાસેથી રોકડા રૂ. ૪૦૦૦ /-પોલીસે હસ્તગત કર્યા હતા.
આમ કચ્છમાં જુગારના ચાર દરોડામાં એક મહિલા સહિત ૧૭ લોકોની અટક કરી રૂ. ૭૨,૫૫૦ હસ્તગત કરાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.