ઝોનમાં ઉભેલી ટ્રકમાંથી 16 હજારની બે બેટરીની તસ્કરી
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ટ્રક પાર્ક કરી ચાલક ગેટપાસ બનાવવા માટેના ડોક્યુમેન્ટ જમા કરાવવા ગયો પાછળ માત્ર 20 મિનિટના સમયગાળામાં ટ્રકમાંથી અમુક શખ્સો રૂ.16,000 ની કિંમતની બે બેટરીની તસ્કરી કરી ગયા હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવાઈ છે. મુન્દ્રાના પ્રાગપર રહેતા અને અંજારના એ.વી.આર. લોજિસ્ટીકમાં ટ્રક ડ્રાઇવિંગ કરતા અમર રામયશ યાદવ આજે સવારના અરસામાં ટ્રક લઇ કાસેઝ આવ્યા હતા. તેઓ ઝોનના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરી ગેટપાસ બનાવવા માટે ડોક્યુમેન્ટ જમા કરાવવા 16 નંબરની ઓફિસમાં ગયા હતા. તેઓ ડોક્યુમેન્ટ જમા કરાવી 20 મીનીટ બાદ ટ્રકમાં બેઠા ત્યારે જોયું તો બેટરીના બોક્સમાં બેટરીઓ જોવા ન મળતાં તેમણે આ બાબતે શેઠ માવજીભાઇ ધુલાભાઇ માતડને જાણ કરી હતી.શેઠ આવ્યા બાદ તપાસ કરી તેમણે અજાણ્યા ઇસમો રૂ.8 હજારની કિંમતની એક એવી રૂ.16,000 ની કિંમતની બે બેટરીઓ તસ્કરી કરી ગયા હોવાની ફરીયાદ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને લખાવી છે.