પલાંસવા પાસે વીજલાઇનમાંથી 70 હજારના કેબલની ચોરી
રાપર તાલુકાના પલાંસવા થી અમરાપર જતા રોડ પર આવેલા દિવેલીયા તળાવ પાસે આવેલા આડેસર એજી ફીડરની 66 કેવી લાઇનના 14 ગાળામાંથી તસ્કરો વાયર કાપી ચોરી કરી ગયા હોવાની અને કુલ રૂ.70,290 નું નુકશાન પહો઼ચાડ્યું હોવાની ફરિયાદ અરજી ભીમાસર નાયબ ઇજનેરે આડેસર પોલીસ સ્ટેશને લખાવી છે. ભીમાસર સબ ડિવિઝનના નાયબ ઇજનેર નરેશકુમાર છગનલાલ પરમારે આડેસર પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પલાંસવાથી અમરાપર જતા રોડ પર આવેલા દીવેલિયા તળાવ પાસે 11 કેવી આડેસર એજી ફીડર પાવર 66 કેવી લાઇન ભીમાસરથી જાય છે. અમરાપર તરફ જતા કેનાલ પાસેના શેકલ પોલ પરથી 14 ગાળાના કેબલ અજાણ્યા તસ્કરો કાપી ગયા છે, તો ડાહ્યાભાઇ મેઘાભાઇ પરમારના ખેતરમાં આવેલા શેકલ પોલ મળી કુલ રૂ.70,290 ની કેબલ તસ્કરી કરી નુકશાન પહો઼ચાડ્યું હોવાની ફરિયાદ અરજી તેમણે આડેસર પોલીસ સ્ટેશને કરી છે.