માળિયા-મિયાણાના નાના દહીસરા ગામ પાસેથી દારૂનો જથ્થો પકડાયો

માળિયાના નાના દહીસરા ગામ પાસે જીનામ મંદિરે જવાના રસ્તે બાવળની ઝાડીમાંથી છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો માળિયા પોલીસે કબ્જે કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે. માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામ એક જગ્યાએ બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડાયો હોવાની પોલીસને બાતમીના આધારે પીએસઆઇ એન.એચ. ચુડાસમા સહિતની ટીમે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૨ કિંમત રૂ.૨૭,૦૦૦ નો મુદામાલ મળી આવતા કબ્જે કરી આરોપી ઈરફાન અલી સુમરાનો હોવાની માહિતી મળતા પોલીસે ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.