મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર હોટલના પાર્કિંગમાંથી બાઈકની તસ્કરી
વાંકાનેર પોલીસે બે દિવસ પહેલા મોરબી-વાંકાનેર ને.હા. રોડ પરની ઇમ્પીયીરલ હોટલના ખુલ્લા પાર્કીગમાંથી બાઇક ચોરનારને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તા.૨૯ જાન્યુઆરીના રોજ મોરબી-વાંકાનેર ને.હા. રોડ પરની ઇમ્પીયીરલ હોટલના ખુલ્લા પાર્કીગમાંથી જી.જે. ૩૬ એ.બી.૦૭૬૨, નંબરનું બાઇકની તસ્કરી કરી ગયું હતું. જે બાબતે મહેન્દ્રસિંહ રામસીંગ ચદાણાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ લખાવી હતી. દરમિયાન પોલીસ આ ચોરાઉ બાઇક સાથે હાજી અકબરભાઇને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોસ્ટેના પો.હેડ.કોન્સ એમ.એચ.જાડેજાએ હાથ ધરી છે.