હળવદ પંથકમાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો

મોરબી એસઓજી પોલીસ હળવદ પંથકમાંથી એક ઈસમને ગેરકાયદેશર દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. બનાવની મળતી વિગતો અનુસાર ટીકર ગામની બ્રાહમણી નદીના મોટા પૂલ પાસે નદી અંદર ઉતરવાના ચીલા પાસે ટીકર ગામ ટીકર ઓ.પી હળવદ પોલીસ મથક વિસ્તારમાં એક ઈસમ દેશી બંદૂક સાથે આંટા મારતો હોવાની એસ.ઑ.જી. પોલીસને બાતમી મળી હતી. દરમિયાન પોલીસ બાતમીવાળા સ્થળે પહોંચી તપાસ કરતાં એક ઈસમ જોવા મળ્યો હતો. જેની તલાશી લેવાતા તેમની પાસેથી રૂ.૧,૫૦૦ ની કિમતની ગેરકાયદેસર રીતે દેશી બનાવટની જામગરી બંદુક મળી આવી હતી. વધુ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા ઇસમે તેમનું નામ હબીબ ઉર્ફે બદીયો હાસમ ભઠ્ઠી જણાવ્યું હતું. મોરબી એસ. ઑ.જી.ના પો.કો. ભાવેશકુમાર માવાભાઇ મિયાત્રાએ ફરિયાદી બની હળવદ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. હળવદ પોલીસના એ.એસ.આઈ.આર.એમ.ઝાલાએ હબીબે બંદૂક શા માટે રાખી હતી ? કોની પાસેથી મેળવી ? વિગેરે બાબતોની તજવીજ હાથ ધરી છે.