પેટ્રોલ ખૂટતાં ઘરે નાણાં લેવા ગયાને બાઈકની તસ્કરી 

જૂનાગઢ શહેરનાં તળાવ દરવાજા વિસ્તારમાં સાઈડમાં પાર્ક કરેલા બાઈકની કોઈ અજાણ્યો ઈસમ તસ્કરી કરી જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર રહેતા નિષીતભાઈ બળવંતરાઈ પાઠક પોતાનું બાઈક લઈ કાળવાચોકથી ઘરે જવા નિકળ્યા હતા. ત્યારે પેટ્રોલ ખુટી જતા બાઈક તળાવ દરવાજા વિસ્તારમાં સાઈડમાં પાર્ક કરી ઘરે પૈસા લેવા ગયા હતા.પરંતુ ઘરેથી પરત ફરતા બાઈક જોવા મળ્યું ન હોય આસપાસ તપાસ કરતા મળી આવેલ ન હતું. જેથી નિષીતભાઈએ અજાણ્યા ઈસમ સામે બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. ફરિયાદનાં આધારે પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.