હડદડ અને કાનિયાડ ગામેથી 11 શખ્સોઓને પકડી પાડ્યા

બોટાદ તાલુકાના પાળિયાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે હડદડ અને કાનીયાડ ગામે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો પૈસાના હારજીતનો જુગાર રમતા 11 લોકોને રૂ.25,950 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેશરની તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોટાદ તાલુકાના પાળિયાદ પોલીસ સ્ટાફના રસિકભિયા હાંડા, તખતસંગ સોલંકી, સરફરજભાઈ ગાંજા, મનેશભાઈ પરનાળીયા વગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સાંજના અરસામાં કાનીયાડ ગામની સીમમાં ઉમરાળા ગામ જવાના કાચા રસ્તે દરોડો પાડી બાવળની કાંટમાં પૈસાની હારજીતનો ગંજીપાના વડે જુગાર રમતા 7 શખ્સોઓને રૂ.13,450 નાં મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે બીજો દરોડો હડદડ થી તરઘરા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગોકુળધામ બીડ પાસેથી ચાર જુગારીઓને રૂ.12,500નાં મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. આ બંને દરોડા દરમિયાન પોલીસે કુલ 11 શખ્સોઓને કુલ રૂ.25,950 નાં મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જેમાં હડદડ ગામેથી કમલેશ મકવાણા, ધુધા લવજી પાનસણીયા, સુરેશ ગોરધન વાઘેલા અને વીનું સુખા ધરજીયાને પકડી લીધા હતા. જ્યારે કાનીયાડ ગામથી મોહન કાળા ઝાલા, ઝાલાભાઈ લખા સાંબડ, રસિક રાઘવ ઝાલા, દેવજી લાલજી ડેરવાળીયા, હિમતરામ દર્લભરામ નિમાવત, ભૈતિક ખીમજી માથોળીયા અને રમેશ પાંચા ઓળકીયાને પાળિયાદ પોલીસે પકડી પાડી તમામ જુગારીઓ વિરૂદ્ધ જુગારધારાનો ગુન્હો દાખલ કરી કાયદેશરની તપાસ હાથ ધરી છે.