શિવના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિત 1.06 લાખના મતાની તસ્કરી
મોરબીના બગથળા બીલીયા રોડ પર છેલ્લા 2-3 દિવસથી તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ અલગ અલગ સ્થળો પર તસ્કરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ગત રાત્રીના અરસામાં આ વિસ્તારમાં આવેલ બિલેશ્વર મંદિરમાં ગત રાત્રીના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં શિવલીંગ પર રૂ.28,000 પંચધાતુ તથા ચાંદીના થાળું, શિવલિંગ પર લાગેલ રૂ.8,000ના ચાંદીનું છતર, રૂ.25,000 ચાંદીના નાગદેવતા તેમજ રૂ.45,000ની કિમતના ચાંદીના મહોર સહિત 1.06 લાખની કિમતના મુદામાલની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા. સવારના અરસામાં ઘટનાની જાણ થતા ગ્રામજનોએ તપાસ કરતા મંદિરના પાછળ ભાગેથી ચાંદીનું મહોરું મળી આવ્યું હતું. જો કે બાકીનો મુદામાલ મંદિર ઉપરાંત બે દિવસ પહેલાં આ રોડ પર આવેલા બીલીયા ગામમાં પાંચ નાની મોટી ફેક્ટરીમાં પણ બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશીને તસ્કરોએ તસ્કરીનો પ્રયાસ કર્યો હતો.આ અંગે ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.