ગોંડલની નદીના પટમાં જુગાર પર દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લીધા

ગોંડલ શહેરની ગોંડલી નદીના પટમાં પોલીસે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. જ્યારે ત્રણ ઇસમો નાસી જતા તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ સિટી પી.આઈ મહેશ સંગાડા, એએસઆઈ રીનાબેન માલવિયા, હેડ કોસ્ટેબલ જયદીપ સિંહ ચૌહાણ તેમજ કુલદીપ સિંહ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફે ગોંડલી નદીના પટમાં જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા અસલમ બાબુભાઈ કટારીયા રહે ભગવત પરા, સોયબ અશરફભાઈ રહે નાની બજાર ગુંદાળા શેરી, વલ્લભ રૂડાભાઈ સોલંકી રહે આવાસ ક્વાર્ટર વાળાઓને પકડી પાડી રોકડા રૂપિયા 11,200 જપ્ત કરી તજવીજ હાથ ધરી હતી.