લીંબડીમાં કેવાયસી અપડેટના નામે ઓનલાઈન છેતરપિંડી કરીને બેંકનાં ખાતામાંથી રૂ.50 હજારની ઉઠાંતરી

લીંબડીમાં કેવાયસી અપડેટના નામે ઓનલાઈન છેતરપિંડી કરીને બેંકનાં ખાતામાંથી રૂ.50 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવ અંગે લીંબડીના શખ્સે પોલીસ ફરિયાદ લખાવી છે. હમણાં ઘણા સમયથી ખોટા કોલ કરીને પૈસાની ઉઠાંતરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે અંબ અપડેટ વેકસીનના ત્રીજા ડોઝનાં નામે તેમજ લોટરી જેવા કોલ કરીને ઓટીપી માંગીને બેંકના ખાતામાંથી પૈસા ઉઠાવી લીધાના કિસ્સાઓમાં વધારો થયો છે. લીંબડી સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં ઝાલા પ્રદિપસિંહ મહોબતસિંહ એ જણાવ્યું હતું કે તેમની સાથે સાંજના અરસામાં તેમનાં મોબાઇલ થી ફોન આવ્યો હતો. અને સામેની વ્યક્તિએ પોતાનું નામ વિવેક જણાવ્યું હતું અને તે હિન્દીમાં વાત કરતો હતો. તેણે કહ્યું હતું કે તમે જે કંપનીનું સીમ કાર્ડ વાપરો છો તેમાં અપડેટ કરવાનું છે. ત્યાર બાદ તેણે મને મારા વોટસપ નંબરવાળા મોબાઇલધારક દ્વારા તેનું આઈ કાર્ડ મોકલ્યું હતું. ફોન કરનાર વ્યક્તિએ મારી પાસે એની ડેસ્ક અને ઓટોમેટિકલિ એસએમએસ નામની બે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. જેને કારણે મારો મોબાઈલ તેણે હેક કરી લીધો હતો. જેથી કરીને મારા મોબાઇલમાં આવેલ ઓટીપી તેણે આપમેળે વાંચી લીધા હતો. અને ત્યાર બાદ તરત જ મારા બેંકના ખાતામાંથી 25 હજાર રૂપિયા ઉપાડયાનો મેસેજ આવ્યો હતો. જેથી કરીને તરતજ હું લીંબડી ખાતે આવેલી બેંકમાં ગયા હતો. ત્યાં સુધીમાં બીજા 25 હજાર પણ ખાતામાંથી કપાઈ ગયા હતાં. એમ કુલ રૂ.50 હજારની તસ્કરી થતાં મે મારૂ ખાતું બ્લોક કરાવી દીધું હતું. અને બાકીના પૈસા મારા ભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધાં હતાં. પ્રદિપસિંહની અરજીને ધ્યાનમાં રાખીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.