સાવરકુંડલાના વીજપડીમાં મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી

સાવરકુંડલાના વીજપડી ગામે મકાનનું તાળું તોડી તસ્કરો તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી જતાં અજાણ્યા તસ્કરો સામે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાં લખાવેલી વિગત અનુસાર સાવરકુંડલા વીજપડી ગામે વેલનાથ વાડીની સામે રહેતા મહેશભાઇ વીનુભાઇ પરમારના બંધ મકાનમાં ગત સાંજના અરસામાં અજાણ્યા તસ્કર મકાનમાં પ્રવેશી રૂમનું તાળું તોડી અંદર ઘુસ્યા હતા અને રૂમમાં આવેલી તિજોરી તોડી તેમાં રાખેલું સોનાનું પેન્ડલ તથા ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.26,000 ની માલમતા તસ્કરી કરી જતાં આ અંગે મહેશભાઇએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.