ગળપાદરમાં એક મકાનમાથી અર્ધા લાખનો શરાબ ઝડપાયો.

ગાંધીધામ ,તા. ૬: તાલુકાનાં ગળપાદર ગામમાં આવેલા દરબારગઢમાં રહેતા એક શખ્સના મકાનમાં પોલીસે છાપો મારી રૂ. ૫૭,૦૦૦ /-નો દારૂ કબ્જે કર્યો હતો. પરંતુ આ શખ્સ પોલીસના હાથમાંથી સાબુના ગોટાની જેમ સરકી ગયો હતો. ગળપાદરના દરબારગઢમાં રહેતો નરેન્દ્રસિંહ ઉર્ફે કારિયો ભરતસિંહ જાડેજા નામનો શખ્સ પોતાના મકાનમાં શરાબ રાખીને તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ જાણકારી પોલીસને મળી હતી. આ જાણકારીના આધારે પોલીસે આજે આ શખ્સના મકાનમાં રેઇડ પાડી અને તેના મકાનમાથી જુદા જુદા બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. ની સીલબંધ ૧૩૨ બોટલ તથા બિયરના ૭૨ ટીન એમ કુલ રૂ. ૫૭૦૦૦ /-નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો પરંતુ આ શખ્સ નરેન્દ્રસિંહ પોલીસના હાથમાં આવ્યો ન હતો. થોડા દિવસ પહેલા પૂર્વ આઈ.જી.એ શરાબ સહિતની બદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા પછી અહીની પોલીસ દોડતી થઈ છે, છતાં પણ હજુ ઘણી જગ્યાએ ઘાપટામાં કે છૂટથી દેશી-ઇંગ્લિશ શરાબ વેચાઈ રહ્યો છે. હાલમાં અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડ સામે આવ્યો હતો. આ પહેલા ભચાઉમાં પણ લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે આ બદીક કડક હાથે નેસ્તનાબૂદ કરવા લોકોમાં માંગ ઉઠી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.