ભુજમાં સ્કૂટર ઉપર શરાબની ૧૭ બાટલી સાથે એક શખ્સ ઝડપાયો.

ભુજ ,તા. ૬ :શહેરમાં આશાપુરા સ્કૂલ સામેના રોડ ઉપર સ્થાનિક એ- ડિવિઝન પોલીસે આજે સાંજે રેઇડ દરમ્યાન શહેરના જ્યેષ્ઠાનગરમાં રહેતા વિશાલ વિનોદ સરવૈયા નામના શખ્સને જ્યુપીટર સ્કૂટર ઉપર શરાબની ૧૭ બાટલી લઈને જતાં ઝડપી પાડ્યો હતો. બે મોબાઈલ ફોન અને સ્કૂટર સહિત કુલ રૂ. ૩૬,૪૫૦ નો મુદ્દામાલ શખ્સ પાસેથી જપ્ત કરી તેની સામે ગુનો દાખલ કરાયો હતો. તેમ પોલીસે જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.