લોડાઈમાં ધણીપાસનો જુગાર રમતા બે શખ્સને પકડતી પધ્ધર પોલીસ :ચાર નાશી છૂટ્યા.

ભુજ ,તા. ૬ :લોડાઈ ગામની મસ્જિદ પાછળ ધાણીપાસાથી જુગાર રમતા બે શકુનિશિષ્યોને પકડી પાડતા પધ્ધર પોલીસે રૂ. ૧૨૦૯૦ /-કબ્જે કર્યા હતા, ચાર શખ્સ નાશી છૂટ્યા હતા. પોલીસ વડા એમ. એસ. ભરાડાના માર્ગદર્શન તળે નાયબ પોલીસ વડા જે.એન. પંચાલની સૂચનાથી પી.એસ.આઈ. એસ. જે. રાણા અને પધ્ધર પોલીસના સ્ટાફે રેઇડ પાડતા માવા કરમણ ચાડ અને આમદ ઉમર ગગડાને પકડી પાડ્યા હતા. રેઇડ દરમ્યાન સુમાર કારા મણકા, રાજા ઇસ્માલ મણકા દેસર કારા મણકા અને અનવર આમદ ચંગલ નાશી છૂટ્યા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.