ગાંધીધામમાં ૭ શખ્સો જુગાર નો ખેલ રમતા રૂ, ૧.૬૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા.

ગાંધીધામ, તા. ૬ :શહેરના ગણેશનગર પાસે વાવાઝોડા સ્મશાનની પાછળ બાવળની ઝાડીમાં તીનપતીનો ખેલ રમતા ૭ ખેલીઓને પોલીસે રૂ. ૧.૬૭ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસ સાધનોએ જણાવ્યુ હતું કે, વાવાઝોડા સ્મશાનની ઝાડીઓમા જાહેરમાં જુગાર રમાતી હોવાની ચોક્કસ પ્રકારની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ રેઇડમાં પેરાજભાઈ નારણભાઇ ડુંગરખિયા,નારણભાઈ વેલજીભાઇ મતિયા, નવીનભાઈ ફકીરાભાઈ કન્નર, નરેશભાઇ કેશવજીભાઇ માતંગ, પ્રેમજીભાઇ પચાણભાઇ મહેશ્વરી, નિલેશભાઈ લક્ષ્મણભાઈ વીંઝોડા,બાબુભાઇ ખીમજીભાઇ દનીચા રોકડા રૂ. ૧૧૧૩૦/- રૂ. ૧,૬૮, ૬૩૦ /-ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. પકડાયેલા શખ્સો તીનપત્તીનો જુગાર રમી -રમાડતા હોવાનું પોલીસે ઉમેર્યું
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.