ગોધિયાર ગામેથી નિરોણા પોલીસે ૩૦ હજારનો શરાબ નો જથ્થો પકડી પાડ્યો.

ભુજ ,તા. ૬ :નખત્રાણા તાલુકાનાં મોટી ગોધિયાર ગામે બાતમીના આધારે સ્થાનિક નિરોણા પોલીસે દરોડો પાડી રૂ. ૩૦ હજારની કિમતનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ શરાબ ઝડપી પાડ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોટી ગોધિયાર ગામે વાઘજી સવાઇસિંહ સોઢાના કબ્જાના ઢાળિયામાથી આ પાંચ પેટી દારૂ પકડાયો હતો. રેઇડ સમયે આરોપી હાથમાં આવ્યો ન હતો. નિરોણા પોલીસે મથકના ફોજદાર પી.કે. લીંબાચિયા સાથે સ્ટાફના અર્જુનભાઈ ,મોહનભાઈ વગેરે રેઇડની કાર્યવાહીમાં જોડાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.