ભુજમાં નવી રાવલવાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની પિસ્તોલ રાખતા એક શખ્સની ધરપકડ. (૨ આરોપી ફરાર).

તા : ૫.૭.૧૮ : નો બનાવ
ભુજમાં આવેલ નવી રાવલવાડી વિસ્તારમાં શેરી નં.૬ માં દિગ્વિજયસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજાએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની પિસ્તોલ નંગ -૧ કી. રૂ.૨૫,૦૦૦/- તથા કાર્ટીસ નંગ-૪ કી. રૂ.૨૦૦/- તથા એક સફેદ કલરનો સેમસંગ કંપનીનો ગેલેક્સી જે ૩૨૦ મોબાઈલ કી. રૂ.૫૦૦૦/- એમ ફુલ્લ રૂ.૩૦,૨૦૦/-નો મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખેલ છે. તથા નીતિન રાજેન્દ્રભાઇ કડીયા અને રૂપેશ ચંદુભાઈ પટેલે મદદગારી કરી ગુનો કરેલ છે. જેની આગળની તપાસ ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.