મોરબીના લીલાપર ચોકડી પાસે જુગાર રમતા બે ઇસમો પકડાયા


મોરબીના લીલાપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા બે ઈસમઓને પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા મનોજકુમાર હિરાલાલ કોટાર અને રામેશ્વર ઉર્ફે પપ્પુ દશરથ રેકવારને રોકડ રકમ રૂ.૫,૫૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.