હળવદ પોલીસના દારૂના ગુન્હાનો પાંચ માસથી નાસ્તો ફરતો શખ્સ ઝડપી પડાયો


મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા ફરતા શખ્સને પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી પી એસ આઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના જયેશભાઈ વાઘેલા,.ચંદ્રકાંતભાઈ વામજા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાને બાતમી મળી હતી કે હળવદ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પપ્પુ ઉફે રાધે ઉર્ફે કિશન નવઘણભાઈ રાતડીયા રહે-જેતપર મોરબી વાળો જેતપર નવાગામ હોવાની બાતમીના આધારે તપાસ કરતા મળી આવતા તેને પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો આરોપી પપ્પુ રાતડીયા છેલ્લા પાંચ માસથી નાસ્તો ફરતો હોવાની માહિતી મળી હતી. મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ એમ આર ગોઢાંણીયા, પી એસ આઈ એન એચ ચુડાસમા, પી એસ આઈ એ ડી જાડેજા, પોલાભાઈ ખાંભરા, રજનીભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, કૌશિકભાઈ મારવાણીયા, જયેશભાઈ વાઘેલા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા અને પરાક્રમસિંહ જાડેજા સહિતની ટીમે કરેલ છે.