મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસેથી બે બાઈકની ચોરી

મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસેથી બે બાઈક તસ્કરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. મળતી માહિતી અનુસાર મોરબીની ફૂલછાબ કોલોનીમાં રહેતા કિશોરભાઈ પ્રભુભાઈ ધામેચા (ઉ.૪૪) ઈ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે. કે કિશોરભાઈ ધામેચાનું સ્પ્લેન્ડર પ્લસ જીજે ૦૩ એફસી ૨૯૦૯ કિંમત રૂ.૨૫,૦૦૦ તથા સાહેદ અમરીશભાઈ સંજયભાઈ કંસારાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ જીજે ૦૩ ડીએફ ૭૦૦૩ કિંમત રૂ.૨૫,૦૦૦ મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસેથી કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ લખાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ગત. ૧૩-૦૧-૨૦૨૨ ના રોજ તસ્કરી થયેલ બાઈકની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.