ધ્રાંગધ્રા ના બાવરી રોડ ઉપર અકસ્માત સર્જાયો: ત્રણ ને ગંભીર ઇજાઓ.

સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા ના બાવરી રોડ ઉપર અવારનવાર અકસ્માત થવાના બનાવો બને છે ત્યારે બાવરી રોડ પાસેથી પસાર થતો રસ્તો ફલકું ડેમની પાસે બાઇકને અજાણી કાર ટક્કર મારી નાશી છૂટી હતી પ્રાપ્ત વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાનાં કોંઢ ના કલ્યાણપૂરના રહેવાસી દેવરાજભાઈ કાનજીભાઇ દલવાડી ,કાનજીભાઇ વાલજીભાઇ દલવાડી ,દયાબેન કાનજીભાઇ દલવાડી ત્રણેય જી.જે.૬ -સીએફ -૦૦૭૩ બાઇક લઈને ફલકું ડેમના રોડ પાસે થી ધાંગધ્રા તરફ જતાં હતા ત્યારે પાછળથી કોઈ અજાણી કાર એ ટક્કર મારતા બાઇક માં સવાર એક મહિલા અને બે પુરુષ ને ગંભીર ઇજાઓ થવા પામી હતી આ બનાવ ની જાણ ૧૦૮ ને થતાં તુરંત ૧૦૮ ના પાયલોટ વિરેન્દ્રસિંહ પરમાર તથા યુવરાજસિંહ ઝાલા દ્વારા ઇજા પામેલ લોકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ગંભીર ઇજા થઈ હોવાના કારણે તત્કાલિત સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ડો. દ્વારા જણાવવામાં આવ્યું કે બે લોકોના પગમાં ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની જાણ પોલીસને થતાં ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.