હળવદના ચરાડવા ગામે બે શખ્સોએ મહિલા ઉપર હુમલો કર્યો.

હળવદના તાલુકાનાં ચરાડવા ગામે વાડીનો સેઢો ખોદવાનીના પાડતા ગામના જ બે શખ્સો દ્વારા મહિલા ઉપર હુમલો કરાતા સારવાર માટે શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જે અંગે ની મહિલા દ્વારા બે શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા હુમલો કરનાર બંને શખ્સને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ બુધવારે હળવદ તાલુકાનાં ચરાડવા ગામે સિમ વિસ્તારમાં આવેલ ડોકામેડી પાસેના વાડી વિસ્તારમાં સવારના ૧૧ વાગ્યાના આસપાસ જનકબેન દલવાડીની વાડીનો શેઢો ઉકા ગંગારામ સોનગ્રા અને તેનો પુત્ર ગોપાલ ઉકા સોનગ્રા ખોદતાં હોય જે અંગેની જનકબેનએ ના પાડતા ગુસ્સે થઈને બંને બાપ દીકરાએ જનકબેન પર પાવળાના હાથા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની જનકબેન દલવાડી એ ઉપરોક્ત બંને શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા વધુ તપાસ ચરાડવા બીટજમાદાર વસંતભાઇ વઘેરા ચલાવી રહ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.