ત્રણ વર્ષથી પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા શખ્સને શોધી કાઢતી અંજાર પોલીસ


ત્રણ વર્ષથી પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા શખ્સને શોધી કાઢતી અંજાર પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.પી. ચૌધરી સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા સમજ કરેલ હોઈ જેથી પોલીસ ઇન્સપેક્ટરશ્રી અંજાર પોલીસ મથકનાઓ આવા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટાફના માણસો સાથે અંજાર પોલીસ મથકના ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ એન ગડુ અંજાર પોલીસ મથકનાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે આરોપી ભુપીન્દરસિંઘ તરણસિંઘ સગુ રહે પંજાબ વાળો અંજાર મધ્યે ચિત્રકુટ સર્કલ પાસે ઉભેલ છે. તે આરોપીને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે. કામગીરીમાં અંજાર પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન. ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે જોડાયેલા હતા.