જૂનાગઢના દિવાન ચોકમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો પકડાયા


જૂનાગઢના દિવાન ચોકમાં જાહેરમાં જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડી એ ડિવીઝન પોલીસે 10,180ની રોકડ જપ્ત કરી તમામ સામે જુગારધારા અંતર્ગત ધોરણસરની તજવીજ હાથ ધરી છે. શહેરમાં જુગારની બદીને નાબુદ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પોલીસે તજવીજ હાથ ધરી હતી. દરમિયાન દિવાનચોકની એસબીઆઇની નીચેની ધાર્મિક જગ્યા પાસે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાદમાં એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, પીએસઆઇ એ.કે. પરમાર અને સ્ટાફે દરોડો પાડી 6 શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે જુગાર સ્થળ પરથી કુલ 10,180 ની રોકડ જપ્ત કરી તમામ સામે જુગારધારા અંતર્ગત ધોરણસરની તજવીજ હાથ ધરી છે.