મોરબીમાંથી બે બાઈક તસ્કરી કરનાર શખ્સ ટંકારાના ઓટાળા ગામેથી પકડાયો

મોરબી શહેરમાંથી બે બાઈક તસ્કરી કરનાર શખ્સને ટંકારા પોલીસે ઓટાળા ગામેથી પકડી પાડ્યો હતો અને તસ્કરી થયેલા બે બાઈક રીકવર કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની તજવીજ હાથ ધરી છે. જીલ્લા એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ઓટાળા ગામે રહેતા સાગર જાગાભાઈ ગોલતરના ઘરના ફળિયામાંથી નંબર પ્લેટ વગરના બાઈક મળી આવતા બંને બાઈક અંગે ગુજકોપ પોકેટકોપ માધ્યમથી વાહન નંબર અને માલિકી અંગે ખરાઈ કરતા બાઈક સાગર ગોલતરના હોવાનું ખુલ્યું હતું. જેથી બંને બાઈક જીજે ૦૩ ડીએફ ૭૦૦૩ અને બાઈક જીજે ૦૩ એફસી ૨૯૦૯ વાળા તસ્કરી થયા હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે બે બાઈક કિંમત રૂ.૫૦,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી સાગર જાગા ગોલતર રહે ઓટાળા તા. ટંકારા વાળાને પકડી પાડ્યો હતો અને આરોપી વિરુદ્ધ ધોરણસરની તજવીજ હાથ ધરી છે. જે કામગીરીમાં ટંકારા પીએસઆઈ એસ એમ રાણા, વિજયભાઈ બાર, જીતેન્દ્રકુમાર ભાલોડીયા, ખાલીદખાન રફીકખાન, સિદ્ધરાજસિંહ ઝાલા, જયવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.