કોમ્બીંગ નાઈટ દરમ્યાન આદિપુર વિસ્તારમાંથી કિંમત રૂ.6,07,430 નો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ-કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી. પી. શ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી/ જુગારની બદી નેસ્ટ નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય અને કોમ્બીંગ નાઈટ દરમ્યાન એલ.સી.બી ટીમ આદિપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આદિપુર વોર્ડ ૨/બી વિસ્તારમાં આવેલ આશાપુરા પાણીના પ્લાન્ટની અંદર અલગ અલગ મિનરલ વોટરના કેરબામાં તેમજ આગળના ભાગે પાર્ક કરેલ બોલેરો કેમ્પર્સમાં બનાવેલ ચોર ખાનામાં ગેરકાયદેસર રીતે અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ  સંગ્રહ કરી રાખેલ  છે. જે હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતાં નીચે જણાવેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરેલ મુદામાલ બ્લન્ડર પ્રાઈપ સિલેક્ટ પ્રિમિયમ વ્હીસ્કી કાચની ૭૫૦ એમ.એલની શીલ બંધ બોટલો નંગ ૧૬૬ કી. રૂ. ૧,૪૧,૧૦૦, ૮ પી એમ સ્પેશિયલ રેર વ્હીસ્કી કાચની ૩૭૫ એમ.એલ ની શીલ બંધ બોટલો નંગ ૧૫૧ કી. રૂ. ૩૬,૨૪૦, મેજીક મોમેન્ટસ ઓરેન્જ ફલેવર વોડકા કાચની ૭૫૦ એમ.એલની ની શીલ બંધ બોટલો નંગ ૪૬ કી રૂ.૩૧,૨૮૦,  મેજીક મોમેન્ટસ ગ્રીન એપલ ફલેવર વોડકા કાચની ૭૫૦ એમ.એલની  શીલ બંધ બોટલો નંગ ૭ કી રૂ.૪,૭૬૦, ગ્રીન લેબલ ધી રીચ બ્લેન્ડર વ્હીસ્કી કાચની ૭૫૦ એમ. એલની શીલ બંધ બોટલો નંગ ૧૫ કી રૂ.૫,૨૫૦, મેક ડોવેલ્સ નં ૧ સુપેરીયર વ્હીસ્કી કાચની ૭૫૦ એમ.એલની શીલ બંધ બોટલો નંગ ૧૨ કી રૂ.૪,૫૦૦, કીંગફીશન સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ બીયર ૫૦૦ એમ.એલના ટીનના નંગ ૪૨ કી. રૂ.૪,૮૦૦, ડેરડેવીલે એક્સ્ટ્રા સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ ના ટીન નંગ ૪૨ કી. રૂ.૪,૨૦૦, વાહન બોલેરો કેમ્પર ગાડી રજી નં જીજે ૦૨ એક્સએક્સ ૫૭૫૨ કી રૂ.૩,૫૦,૦૦૦, મોબાઈલ નંગ ૨ કી રૂ.૧૦,૦૦૦, રોકડા રૂપિયા ૯,૩૦૦, અને મિનરલ વોટરના ખાલી કેરબા નંગ ૨૪ કી રૂ.૬,૦૦૦ એમ કુલ કિંમત રૂ.૬,૦૭,૪૩૦નો મુદામાલ મળી આવતા કાયદેસની કાર્યવાહી કરી સુનીલસિંઘ ઉર્ફે ગોલુ માનસિંગ તોમર રહે. પ્લોટ નં ૫૧૨ વોર્ડ ૨/બી આદિપુર તા.ગાંધીધામ અને મહેન્દ્રકુમાર બાબુરામ રબારી રહે. પાલ, તા. રાણીવાડા, જી. ઝાલોરને  આધિપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે. રાજેશ સુંદરદાસ ટેકચંદાણી રહે. આશપુરા ડ્રીકિંગ વોટર્સ, વોર્ડ ૨/બી આદિપુર તા. ગાંધીધામ વાળો હાજર ન મળી આવેલ. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ પેકટર ડી.બી. પરમાર તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન. સોલંકી તથા એલ.સી.બી સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.