માંડવી તાલુકાના પીપરી ગામે જુગાર રમતી 6 મહિલા ઝડપાઇ


માંડવી તાલુકાના પીપરી ગામે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘરના આંગણામાં તીનપતીનો જુગાર રમતી છ મહિલાઓને રૂપિયા 74,700 ની રોકડ રૂપિયા 15 હજારની કિંમતના 3 મોબાઇલ મળી કુલ રૂપિયા 89,700 ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર માંડવી પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પીપરી ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીપરી ગામે રહેતા જુશબેન બાબુભાઇ સંઘારના મકાનના આંગણામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જશુબેન બાબુભાઇ સંઘાર, ચાંદનીબેન જીતુભાઇ રાઠોડ, રીનાબેન રમેશભાઇ મહેતા, વેલબાઇ કરશનભાઇ સંઘાર, રાજબાઇ જગદીશભાઇ સંઘાર, ધનબાઇ રમેશ સંઘાર સહિત 6 મહિલાઓને જુગાર રમતા પકડી પાડી હતી. તેમના કબજામાંથી પોલીસે રૂપિયા 74,700, ત્રણ મોબાઇલ કિંમત રૂપિયા 15 હજાર મળી કુલ રૂપિયા 89,700નો મુદામાલ જપ્ત કરીને તમામ મહિલાઓ સામે જુગારધારાની કલમ તળે ગુનો નોંધી માંડવી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.